
- જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગ તડવીની અધ્યક્ષતામાં 25 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે યોજાશે
રાજપીપલા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગ તડવીની અધ્યક્ષતામાં 25 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 9 કલાકે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડિયા પેલેસ ખાતે યોજાશે. જેમાં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ