ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે વૃદ્ધ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ.
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે 14-15 ફેબ્રુઆરી 2024ની રાત્રે બનેલા વૃદ્ધ હત્યા કેસમાં પાટણની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ભરતજી ઉર્ફે ચકો વેચાતજી કુંવરજી ઠાકોર (ઉં.62)ને આજીવન કેદ અને ₹25,000 દંડની સજા ફટક
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે વૃદ્ધ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ.


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે 14-15 ફેબ્રુઆરી 2024ની રાત્રે બનેલા વૃદ્ધ હત્યા કેસમાં પાટણની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ભરતજી ઉર્ફે ચકો વેચાતજી કુંવરજી ઠાકોર (ઉં.62)ને આજીવન કેદ અને ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે.

ગંગેટ ગામના કાનાજી જગાજી ઠાકોર ખેતરે પાણી વાળવા ગયા હતા પરંતુ બીજા દિવસે ઘરે પરત ન ફરતા તેમના પુત્રોએ શોધખોળ શરૂ કરી. રણજીત અને કમલેશ ખેતરે પહોંચતા કાનાજી લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા.

મૃતકના ગળા અને માથા પર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા ખસેડવામાં આવ્યો હતો.

રણજીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપી ભરતજી સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

કેસ દરમિયાન સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે કડક સજાની માંગણી કરી હતી. જજ પ્રશાંત એચ. શેઠે 41 દસ્તાવેજી અને 14 મૌખિક પુરાવાના આધારે IPC 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી અને આરોપીએ ભોગવેલી 1 વર્ષ 9 માસ 27 દિવસની કાચા કામની કેદ સજામાં ગણવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande