સિદ્ધપુરના 70 વર્ષીય અકબર મોમિનની 3D કળા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રહેતા 70 વર્ષીય અકબર મોમિન પોતાની અનોખી 3D પેઇન્ટિંગ કળાથી દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. તેઓ દોરીના બારીક તારમાં રંગ ભરી એવી કૃતિ તૈયાર કરે છે, જેને જુદા ખૂણેથી જોતા અલગ અલગ ચહેરા દેખા
સિદ્ધપુરના 70 વર્ષીય અકબર મોમિનની 3D કળા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ


સિદ્ધપુરના 70 વર્ષીય અકબર મોમિનની 3D કળા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ


મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રહેતા 70 વર્ષીય અકબર મોમિન પોતાની અનોખી 3D પેઇન્ટિંગ કળાથી દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. તેઓ દોરીના બારીક તારમાં રંગ ભરી એવી કૃતિ તૈયાર કરે છે, જેને જુદા ખૂણેથી જોતા અલગ અલગ ચહેરા દેખાય છે. તેમની આ અનોખી કળા લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

અકબર મોમિન બાળપણથી જ ચિત્રકળા પ્રત્યે આકર્ષિત હતા અને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં તાલીમ મેળવી હતી. મુંબઈમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ તેઓ પોતાના વતન સિદ્ધપુર પરત ફર્યા અને અહીં શાંતિપૂર્ણ વાતાવરણમાં 3D આર્ટને નવી ઊંચાઈ આપી. તેઓ છેલ્લા 15 થી 20 વર્ષથી આ વિશેષ કળા સાથે સંકળાયેલા છે અને એક પેઇન્ટિંગ પૂર્ણ કરવામાં 4 થી 6 મહિના જેટલો સમય લાગે છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભગવાન રામ, હનુમાનજી તેમજ ફિલ્મ કલાકારોના 3D પોર્ટ્રેટ બનાવી પ્રશંસા મેળવી છે. તેમની કૃતિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમેરિકા સહિત વિદેશોમાં પણ માંગ વધી છે અને લાખો રૂપિયામાં વેચાઈ રહી છે.

70 વર્ષની ઉંમરે પણ અકબર મોમિન સતત સર્જન કરી રહ્યા છે અને તેમની કળા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande