
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સુરત દ્વારા ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપવા અને પ્રાદેશિક સ્તરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી દર મંગળવારે એક વિશેષ જનસંપર્ક ઉત્સવ-2026 અંતર્ગત વિશેષ જનજાગૃત્તિ ઝુંબેશ (FTTH-ફાઈબર ટુ ધ હોમ ફ્લડ માર્કેટિંગ ડ્રાઇવ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત, વલસાડ અને ભરૂચના વ્યાપારિક ક્ષેત્રમાં આ ઝુંબેશ 31 માર્ચ-2026 સુધી ચાલુ રહેશે.
આ ડ્રાઇવ અંતર્ગત BSNLની ટીમો દ્વારા સઘન ફિલ્ડ પ્રવૃત્તિઓ અને ગ્રાહક સંપર્ક કાર્યક્રમો યોજવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 'સ્વદેશી નેટવર્ક'નો પ્રસાર વધારવાનો અને છેવાડાના માનવી સુધી હાઇ-સ્પીડ ઇન્ટરન્ટ પહોંચાડવાનો છે. આ દરમિયાન ગ્રાહકો માટે ઓન-ધ-સ્પોટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગ્રાહકો કોઈપણ વિલંબ વગર BSNLની સેવાઓ સાથે જોડાઈ શકે.
તેમણે વધુમાં કહ્યું કે, નવા FTTH (Fiber to the Home) કનેક્શન, સિમ કાર્ડ વેચાણ અને એન્ટરપ્રાઇઝ બિઝનેસ લીડ જનરેશનમાં વધારો કરવાનો અને ગ્રાહકોને સ્વદેશી અને વ્યાજબી દરે ઉત્તમ ગુણવત્તાયુક્ત ટેલિકોમ સેવા આપવાનો અમારો હેતુ છે.
સિંઘવીએ સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા સેચ્યુરેશન પૂર્ણ કર્યું છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ-સિલવાસાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને 100 ટકા 4-જી નેટવર્કથી આવરી લેવાયા હોવાનું જણાવી BSNL સુરત આ ડ્રાઇવ દ્વારા વધુમાં વધુ લોકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સેવાઓનો લાભ લેવા અને જાહેર માલિકીના મજબૂત નેટવર્કનો હિસ્સો બનવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે