પાટણના ચાર વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ માટે કોંગ્રેસની માંગ
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ શહેરના રામનગર, માતરવાડી, હાસાપુર અને બકરાતપુરા વિસ્તારોમાં ‘સ્વામિત્વ’ અને ‘ગામતળ’ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ વિસ્તાર
પાટણના ચાર વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ માટે કોંગ્રેસની માંગ


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ શહેરના રામનગર, માતરવાડી, હાસાપુર અને બકરાતપુરા વિસ્તારોમાં ‘સ્વામિત્વ’ અને ‘ગામતળ’ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ વિસ્તારોનો સત્વરે યોજનામાં સમાવેશ કરવાની વિનંતી કરી છે.

આ વિસ્તારો લાંબા સમયથી નગરપાલિકાની હદમાં સમાવેશ પામેલા છે અને રહીશો નિયમિત વેરો પણ ભરે છે, છતાં તેમને પ્રોપર્ટી કાર્ડ મળ્યા નથી. રાજ્ય સરકાર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં સર્વે અને કાર્ડ વિતરણની કામગીરી ચાલુ હોવા છતાં અહીં પ્રક્રિયા શરૂ ન થતા રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

પ્રોપર્ટી કાર્ડના અભાવે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને લોન મેળવવામાં, વારસાઈ નોંધણી તથા મિલકત ફેરબદલીમાં અડચણો આવે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે સંબંધિત વિભાગને તાત્કાલિક આદેશ આપી સર્વે પૂર્ણ કરી રહીશોને વહેલી તકે પ્રોપર્ટી કાર્ડ આપવા માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande