
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નીઝેબલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મુજબ ડિમ્પલ ગોહેલ પાસે આરોપી મુનીબેન કોટીયા, કમુબેન મસાણી તેમજ દક્ષિતની ફોઈ આવી દક્ષિતને બોલાવવા બાબતે બોલાચાલી કરી અપશબ્દ બોલી ત્રણે બહેનોએ ફરિયાદી ડિમ્પલબેનને ઝાપટ મારી ગળેથી પકડી પછાડી દેવાની ઘટના બની હતી.
આ બાદ ડિમ્પલબેનને લાગી આવતા ફિનાઈલ પી લેતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે કમુબેન મસાણી તેમજ દક્ષિતની ડિમ્પલબેને મુનીબેન કોટીયા, ફોઈ વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નીઝેબલ ફરિયાદ દાખલ કરાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya