
સોમનાથ,24 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ “35મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું છે. આ તરણ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લેશે.
આ સ્પર્ધા અંતર્ગત ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (21 નોટીકલ માઈલ) ચોરવાડ બંદર ખાતેથી સવારે 7 કલાકે શરૂઆત કરવામાં આવશે અને બહેનો માટેની સ્પર્ધા આદ્રી થી વેરાવળ (16 નોટિકલ માઈલ) વચ્ચે આદ્રી બંદર ખાતેથી સવારે 8 કલાકે યોજાશે.
અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતેથી સાંજના 5.30 કલાકે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ