
ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.)
ગીર સોમનાથ ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા , સ્પોર્ટ્સ યુથ અને કલ્ચર એક્ટિવિટી લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજા રામ મોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના સહયોગથી સોમનાથદાદાના સાનિધ્યમાં સોમનાથ મુકામે ત્રિદિવસીય વર્કશોપ/સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગમાં નિયામક ગ્રંથાલય ગાંધીનગર ડો. પંકજભાઈ ગોસ્વામી , સોમનાથ ટ્રસ્ટીજે ડી પરમાર, લોકભારતી યુનિવર્સિટી ના ડો. વિશાલભાઈ ભાદાણી, રામસિંહ ભાઈ પંપાણીયા, ગુજરાત પુસ્તકાલય મંડળના અધ્યક્ષ ઠાકોરભાઈ પી પટેલ , અને ઉપાધ્યક્ષ હરિભાઈ પટેલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ, સાલ ઓઢાડી અને મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સ્વાગત પ્રવચન પુસ્તકાલયના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા તેમજ આભાર વિધિ હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સોમનાથ મુકામે યોજાયેલ સેમિનારમાં મંચસ્થ મહાનુભાવોદ્વારા સેમિનાર ને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા પલ્લવીબેન શુક્લ, દક્ષાબેન શાહ,બીનલબેન પટેલ, હેમાબેન ભટ્ટ સ્મિતા શુક્લ તેમજ અન્ય સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સેમિનારમાં ગુજરાતમાંથી આશરે 200 જેટલા સદસ્યો એ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ