
સોમનાથ,24 ફેબ્રુઆરી (હિ.સ.) જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ(શહેર) શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ(શહેર) વેરાવળ-તાલાલા બાયપાસ ચોકડી બ્રિઝ નીચે વેરાવળ ઘઉં-80 કિ.ગ્રા., ચોખા-393 કિ.ગ્રા., રિક્ષા-1 એમ કુલ મળી રૂા.42,851 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ