લોર્ડ ક્રિષ્ના સ્કૂલમાં 108 ઇમરજન્સી સેવા અંગે માર્ગદર્શન
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં 23 ફેબ્રુઆરીએ 108 ઇમરજન્સી સેવા ટીમને આમંત્રિત કરી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને જીવનરક્ષક સેવાઓ અને પ્રાથમિક સારવાર અંગે પ્રાય
લોર્ડ ક્રિષ્ના સ્કૂલમાં 108 ઇમરજન્સી સેવા અંગે માર્ગદર્શન


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં 23 ફેબ્રુઆરીએ 108 ઇમરજન્સી સેવા ટીમને આમંત્રિત કરી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને જીવનરક્ષક સેવાઓ અને પ્રાથમિક સારવાર અંગે પ્રાયોગિક માહિતી આપવાનો હતો.

108 ટીમના પાયલોટ જયસિંહ રાજપૂત અને EMT અધિકારી પૂજા ગોસ્વામી દ્વારા ઇમરજન્સી સમયે 108 પર ક્યારે કોલ કરવો, અકસ્માત સમયે First Aid કેવી રીતે આપવી, એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનો તથા તેમની કામગીરી અંગે વિગતવાર સમજ આપવામાં આવી. સાથે જ દર્દીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની પ્રક્રિયા અને તાત્કાલિક પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને માહિતી મેળવી.

કાર્યક્રમના અંતે શાળાની તરફથી 108 ટીમના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ પહેલથી વિદ્યાર્થીઓ ઇમરજન્સી સેવાઓ વિશે વધુ માહિતગાર બન્યા અને આરોગ્ય સંબંધિત અગત્યની જાણકારી પ્રાપ્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande