
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંદ્રોપૂર ગામ નજીક હાઈવે ચોકડી પાસે બાઈક અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત મંદ્રુ પુર પુરહતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, કોટસમ ગામનો યુવાન પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે મંદ્રોપૂર ગામ અને હાઈવે ચોકડી વચ્ચે અચાનક ટ્રેક્ટર ટ્રોલી સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાઈક પણ રસ્તા પરથી નીચે પટકાઈ ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે ઈજાઓ વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના કારણ અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR