ભાવનગરમાં એલસીબીનો દરોડો: ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ફરિયાદકા ગામ જવાના
દારૂ નો જથ્થો


ભાવનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ફરિયાદકા ગામ જવાના રસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળના ભાગે કાપેલા ડુંગરની ધારમાં કેટલાક ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી કટીંગ કરવાની તૈયારીમાં છે.બાતમીના આધારે પોલીસે સ્થળ પર તાત્કાલિક રેઇડ કરી હતી. દરોડા દરમિયાન રવિ ઉર્ફે ઠાકોર ચૌહાણ (રહે. નારી રોડ, કુંભારવાડા, ભાવનગર), દિપક મેર (રહે. હાદાનગર, ભાવનગર) અને હર્ષદભાઈ રાંઘાણી (રહે. કુંભારવાડા, ભાવનગર) સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી હતી. સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્લાસ્ટિક સીલપેક બોટલોથી ભરેલી પેટીઓ તથા છૂટક બોટલો મળી આવી હતી. કુલ ૬૦૦ નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, કિંમત રૂપિયા ૬,૬૦,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૬,૭૦,૦૦૦નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલે ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ અલગ-અલગ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande