કરલીથી ખંડોસણ–દેણપ–વણાગલા સુધીના 2.80 કિમી રોડનું ખાતમુહૂર્ત
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા તાલુકાના કરલી ગામે કરલીથી ખંડોસણ, દેણપ અને વણાગલા ગામોને જોડતા મહત્વપૂર્ણ રોડના કામનું ખાતમુહૂર્ત તા. 22-02-2025ના રોજ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મ
કરલીથી ખંડોસણ–દેણપ–વણાગલા સુધીના 2.80 કિમી રોડનું ખાતમુહૂર્ત


કરલીથી ખંડોસણ–દેણપ–વણાગલા સુધીના 2.80 કિમી રોડનું ખાતમુહૂર્ત


મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ઊંઝા તાલુકાના કરલી ગામે કરલીથી ખંડોસણ, દેણપ અને વણાગલા ગામોને જોડતા મહત્વપૂર્ણ રોડના કામનું ખાતમુહૂર્ત તા. 22-02-2025ના રોજ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2025-26 અંતર્ગત આ રોડનું નિર્માણ કરવામાં આવશે.

આ રોડની કુલ લંબાઈ 2.80 કિમી છે અને આ માટે અંદાજિત રૂ. 285 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ બનતા કરલી, ખંડોસણ, દેણપ અને વણાગલા ગામોના ગ્રામજનોને સરળ અને ઝડપી પરિવહન સુવિધા મળશે. ખાસ કરીને ખેડૂતોને ખેતી ઉત્પાદન બજાર સુધી પહોંચાડવામાં તેમજ વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને દૈનિક અવરજવર માટે મોટી રાહત મળશે.

આ પ્રસંગે મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી વિજય જોશી, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, મહામંત્રી યોગેશભાઈ પટેલ, રાહુલજી ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય ફૂલસીભાઈ રાજપૂત અને કરલી ગામના સરપંચ મનુજી દરબાર સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં આ નવા રોડના નિર્માણથી વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande