જામનગર જિલ્લા અદાલતના કર્મચારીઓ માટે મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું
જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એન. આર. જોષીના માર્ગદર્શન હ
આરોગ્ય કેમ્પ


જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) :

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એન. આર. જોષીના માર્ગદર્શન હેઠળ અને ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના સહયોગથી શહેરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કોર્ટ કર્મચારીઓ માટે વિશેષ 'મેડીકલ ચેક-અપ કેમ્પ' યોજાયો હતો. આ કેમ્પનો જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટ અને તેના તાબા હેઠળની અદાલતોના આશરે ૧૪૦ જેટલા કર્મચારીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પ દરમિયાન તબીબી ટીમ દ્વારા કર્મચારીઓના બ્લડપ્રેશર, સુગર તેમજ અન્ય પ્રાથમિક સ્વાસ્થ્ય સંબંધી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યમાં જી. જી. હોસ્પિટલના ૩ નિષ્ણાત મેડીકલ ઓફીસરો તથા નર્સીંગ સ્ટાફ સહિત કુલ ૯ સભ્યોની ટીમે તબીબી સેવાઓ પૂરી પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande