જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ના લાભાર્થીઓ માટે આધાર લિંકડ IPPB ખાતા ખોલવાનો ‘મેગા કેમ્પ’
જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ, ''ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના'' (WFA) ના લાભાર્થીઓને મળતી સહાય સીધી જ તેમના ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) ખાતામાં જમા થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્
ગંગા સ્વરૂપ યોજના


જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ, 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' (WFA) ના લાભાર્થીઓને મળતી સહાય સીધી જ તેમના ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) ખાતામાં જમા થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા અંતર્ગત લાભાર્થીઓના પોસ્ટ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી તાત્કાલિક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે જામનગર ડિવિઝન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસ ખાતે આગામી તા.૨૬-૦૨-૨૦૨૬ થી ૨૮-૦૨-૨૦૨૬ સુધી વિશેષ મેગા કેમ્પ યોજાશે જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે આધાર સાથે જોડાયેલા ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવશે.યોજનાની સહાય કોઈપણ અવરોધ વિના અને સીધી રીતે લાભાર્થીના ખાતામાં મળી રહે તે માટે આ ખાતું હોવું અનિવાર્ય છે. આથી, જામનગર ડિવિઝનના અધિક્ષક ડાકઘર દ્વારા બંને જિલ્લાના તમામ સંબંધિત લાભાર્થીઓને આ ત્રણ દિવસીય મેગા કેમ્પનો અચૂક લાભ લેવા અને પોતાના ખાતા ખોલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande