સાંકળીચંદ પટેલ યુનિવર્સિટીમાં ‘સ્પિરિટ-2026’ રમતગમત મહોત્સવનો પ્રારંભ, 1623 વિદ્યાર્થીઓ જોડાયા
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગરની સાંકળીચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા વાર્ષિક રમતગમત મહોત્સવ ‘સ્પિરિટ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે યોજાયેલ ટૂર્નામેન્ટમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોના કુલ
સાંકળીચંદ પટેલ યુનિવર્સિટીમાં ‘સ્પિરિટ-2026’ રમતગમત મહોત્સવનો પ્રારંભ, 1623 વિદ્યાર્થીઓ જોડાયા


મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગરની સાંકળીચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા વાર્ષિક રમતગમત મહોત્સવ ‘સ્પિરિટ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે યોજાયેલ ટૂર્નામેન્ટમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોના કુલ 1623 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાને વધુ રોમાંચક બનાવવા કુલ 160 ટીમો મેદાનમાં ઉતરી હતી, જેમાં 97 છોકરાઓની અને 63 છોકરીઓની ટીમોનો સમાવેશ થાય છે.

ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના ખેલાડીઓ વૈભવ ત્રિવેદી અને ખિલાન પટેલ ખાસ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતગમતમાં શિસ્ત, ટીમ વર્ક અને આત્મવિશ્વાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળે તે માટે અંદાજે રૂ. 25 કરોડના ખર્ચે આધુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો અને તેમના શારીરિક તથા માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમને લઇ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande