ઉધનાના રિલાયન્સ મોલમાં ડ્રગ્સ પેડલરને પકડતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી જુદા જુદા વેશ ધારણ કરી તેમજ પીછો કરીને અલગ અલગ રાજ્યોમાંથી ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે શહેરના ઉધના દરવાજા ખાતે આવેલા રિલાયંસ મોલમાં કંઈક એવાજ ફિલ્મી દ્રશ્યો સર્જાયા
Arrest


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી જુદા જુદા વેશ ધારણ કરી તેમજ પીછો કરીને અલગ અલગ રાજ્યોમાંથી ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે શહેરના ઉધના દરવાજા ખાતે આવેલા રિલાયંસ મોલમાં કંઈક એવાજ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જયારે ક્રાઇમ બ્રાન્ચે એક ડ્રગ્સ પેડલરને પકડવા માટે તેનો પીછો કર્યો હતો.એટલું જ નહીં ઝપાઝપીમાં પેડલરનો શર્ટ પણ ફાટી ગયું હતું જોકે ક્રાઇમ બ્રાન્ચે તેને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઇ જે.એન. ઝાલા સહિતની ટીમે રવિવારે રાત્રે ઉધના દરવાજા સ્થિત રિલાયન્સ મોલ પાસે વોચ ગોઠવી હતી.

અહીં એક બર્ગમેન મોપેડ પર બે યુવકો આવી પહોંચ્યા હતા. પોલીસની હાજરીની ગંધ આવી જતાં આરોપી મોલની અંદર ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરી બેઝમેન્ટ-1ના પાર્કિંગમાંથી તેને ઝડપી લીધો હતો. આ ઝપાઝપીમાં આરોપીનું શર્ટ પણ ફાટી ગયું હતું. પોલીસે આરોપીની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં સફેદ પાવડર મળી આવ્યો હતો.

આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા તે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 51,540ની કિંમતનું 17.180 ગ્રામ ડ્રગ્સ, મોપેડ અને 2 મોબાઇલ મળી કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હતી.આરોપી હુસેન નિસાર અંસારી ની ધરપકડ કરી હતી.ત્યાર તેની પૂછપરછ કરવામાં આવતા કબૂલાત કરી હતી કે તે અને તેનો મિત્ર મોહંમદ સાદીક શેખ ડ્રગ્સનું સેવન કરે છે અને સાથે મળીને આ વેપલો કરતા હતા. તેઓ મોલમાં ફરવા આવ્યા હતા અને ત્યાં જ ડ્રગ્સ વેચવાનો તેઓનો ઇરાદો હતો. મોલની બહાર ફૂટપાથ પર મોપેડ પાર્ક કરી જ્યારે તેઓ મોલમાં જતા હતા ત્યારે પોલીસને જોઈ સાદીક શેખ નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande