પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ચારંકી પુનિતભાઈને પક્કા મકાનની સહાય, ગ્રામ વિકાસને મળ્યો વેગ.
બોટાદ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં રહેતા ગ્રામિણ લાભાર્થી ચારંકી પુનિતભાઈ હિન્દુભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાયાની સુવિધા કહેવાતા પક્કા મકાનની સહાય મળતા તેમના પરિવારના જીવનમાં નવી આશાનો કિરણ પ્રસરી ઉઠ્યો છે. વર્ષોથી ક
મકાન


બોટાદ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં રહેતા ગ્રામિણ લાભાર્થી ચારંકી પુનિતભાઈ હિન્દુભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાયાની સુવિધા કહેવાતા પક્કા મકાનની સહાય મળતા તેમના પરિવારના જીવનમાં નવી આશાનો કિરણ પ્રસરી ઉઠ્યો છે. વર્ષોથી કાચા મકાનમાં વસવાટ કરતા પરિવારે હવે સુરક્ષિત અને સુવિધાસભર આવાસ મેળવ્યો છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ દરેક નાગરિકને “સૌ માટે ઘર”ના સ્વપ્નને સાકાર કરવાનો છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પક્કા મકાન માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં જીવન વ્યતિત કરી શકે.ચારંકી પુનિતભાઈ હિન્દુભાઈએ યોજનાનો લાભ મેળવી પોતાના પરિવાર માટે સારો અને મજબૂત મકાન તૈયાર કર્યું છે. વરસાદ અને ગરમી જેવી કુદરતી પરિસ્થિતિઓમાં હવે પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. નવા મકાનથી બાળકોને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળ્યું છે તેમજ પરિવારના આરોગ્ય અને સુરક્ષામાં પણ સુધારો થયો છે.

ગ્રામિણ વિસ્તારોમાં આવી યોજનાઓથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ રહી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે દિશામાં સ્થાનિક તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ સહાય માત્ર મકાન પૂરતી નથી, પરંતુ આત્મસન્માન અને સ્થિર જીવન તરફનું એક મજબૂત પગલું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગ્રામ વિકાસને વધુ વેગ મળ્યો છે અને “સૌ માટે ઘર”નું સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande