
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે વિરપુર ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા તથા અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટની મિટીંગ તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ નામક નવી સંસ્થાની નોંધણી કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ કરી લીધા પછી લોહાણા સમાજના આ પ્રદેશ સંગઠન ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ ના પ્રમુખ જીતેન્દ્ર એચ. લાલ એ જણાવ્યા મુજબ પ્રાદેશિક સંગઠન ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના જુદા-જુદા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ સૌરાષ્ટ્ર ઝોનમાં પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે પોરબંદરના યુવા આગેવાન પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મનુભાઈ મોદીની નિમણૂક કરવામાં આવતા આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya