મહિલાઓના વિશ્વાસનો આધાર બનતું સખી વન સ્ટોપ સેન્ટર
રાજકોટ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર,રાજકોટના કર્મયોગીઓ દ્વારા નંદન વન આરોગ્ય કેન્દ્ર, રાજકોટ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, આશા બ
મહિલાઓના વિશ્વાસનો આધાર બનતું સખી વન સ્ટોપ સેન્ટર


રાજકોટ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર,રાજકોટના કર્મયોગીઓ દ્વારા નંદન વન આરોગ્ય કેન્દ્ર, રાજકોટ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, આશા બહેનો તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળતા લાભો, સખી વન સ્ટોપ મહિલાલક્ષી યોજનાઓ, કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, આરોગ્ય તથા પોલીસ સહાય સહિતની સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande