
અમદાવાદ,24 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુંબઈ ખાતે આયોજિત પશ્ચિમ ક્ષેત્રની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપા દ્વારા આગામી સમયમાં સમગ્ર દેશમાં મંડલ અને બુથ સ્તર સુધીના 75 થી 80 લાખ સંગઠનાત્મક જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવાનું સૌથી મોટું અભિયાન હાથ ધરાશે.
આજે મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્રમાં સમાવિષ્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, દાદરાનગર હવેલીની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળામાં ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશ, રાષ્ટ્રીય સંગઠકશ્રીવી.સતીષ, પ્રશિક્ષણ અભિયાનનાં રાષ્ટ્રીય સહ સંયોજક અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પશ્ચિમ ક્ષેત્રના સંયોજક કે.સી. પટેલ સહિત ગુજરાત ભાજપાના અપેક્ષિત આગેવાનઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ