ગોંડલમાં AAP મહિલા નેતાની જિગીષા પટેલ પર પથ્થરમારો
રાજકોટ,24 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંયુક્ત સચિવ અને મહિલા નેતા જિગીષા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી.અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો, જ
ગોંડલમાં AAP મહિલા નેતાની જિગીષા પટેલ પર પથ્થરમારો


રાજકોટ,24 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંયુક્ત સચિવ અને મહિલા નેતા જિગીષા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી.અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો, જેથી જિગીષા પટેલને ઈજા પહોંચી હતી.

દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી, જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી. જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જોકે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી. જિગીષા પટેલ પોતાની કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખસોએ તેમની કારને આંતરી હતી. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલાં નેતા પર અજાણ્યા શખસોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે જિગીષા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યાં હતાં ત્યારે અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો.

ઈજા અને સારવાર

હુમલાના કારણે જિગીષા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાથમાં પણ ફેક્ચર જેવી ઈજાની આશંકા છે.

ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિકોની મદદથી ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેમની હાલત નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

31 ઓક્ટોબરથી ગોંડલ શહેર અને તાલુકાનાં અલગ અલગ ગામોમાં સમસ્યા અને જનતાના પ્રશ્નો સાંભળવા માટે જઇ રહ્યાં હતાં. ઘટનાને પગલે 'આપ'ના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આ હુમલો રાજકીય અદાવતમાં થયો છે કે અંગત કારણોસર એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande