અંચેલીના પ્રાથમિક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક મોડેલ ફાર્મની પ્રેરણાદાયી મુલાકાત
નવસારી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ગણદેવી તાલુકાના અંચેલી ગામે આવેલ પ્રાથમિક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ “નો બેગ ડે”ના અવસરે જય માતાજી પરિવાર દ્વારા સંચાલિત “જય માતાજી પ્રાકૃતિક મોડેલ ફાર્મ”ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રક
અંચેલીના પ્રાથમિક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક મોડેલ ફાર્મની પ્રેરણાદાયી મુલાકાત


નવસારી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-ગણદેવી તાલુકાના અંચેલી ગામે આવેલ પ્રાથમિક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ “નો બેગ ડે”ના અવસરે જય માતાજી પરિવાર દ્વારા સંચાલિત “જય માતાજી પ્રાકૃતિક મોડેલ ફાર્મ”ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સીધો સંવાદ સાધી અનોખો અને જીવંત શૈક્ષણિક અનુભવ મેળવ્યો હતો.

પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત તાલુકા પ્રોજેક્ટ મેનેજર વિરલભાઈ ચૌધરીએ રસાયણમુક્ત ખેતીના આરોગ્ય અને પર્યાવરણ પર થતા સકારાત્મક પ્રભાવ અંગે વિગતવાર સમજણ આપી હતી. સાથે જ જૈવિક ખાતર બનાવવાની પ્રાયોગિક પદ્ધતિઓ પણ વિદ્યાર્થીઓને સમજાવી, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનું મહત્વ ઉજાગર કર્યું હતું.

કાર્યક્રમના અંતે પ્રકૃતિ આધારિત પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગ્ય જવાબો આપી પોતાની સમજણ રજૂ કરી હતી. કુદરતી વાતાવરણમાં યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ નાનકડા પ્રકૃતિ મહોત્સવ જેવો લાગ્યો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ પ્રતીક્ષાબેન પટેલ, SMC સભ્ય ધનસુખભાઈ પટેલ, ડૉ. વિનોદભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande