સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો 1લી માર્ચ સુધી, વાંચનપ્રેમીઓને મુલાકાત લેવા અનુરોધ
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતમાં તા.1લી માર્ચ સુધી સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGU ના મેદાનમાં પુસ્તક મેળાની સાથોસાથ હોર્ટિકલ્ચર મેળો-ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલ પણ
Surat


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતમાં તા.1લી માર્ચ સુધી સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGU ના મેદાનમાં પુસ્તક મેળાની સાથોસાથ હોર્ટિકલ્ચર મેળો-ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલ પણ સામેલ છે. પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સુરત શહેરના જ નહીં, પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવા એસ્પાઈરન્ટસ ક્લાસ 1, 2અમને 3ની ભરતી પરીક્ષાનું સાહિત્ય ખરીદવા માટે આવી રહ્યા છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામના યુવાન હિતેશ ગામીત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. છેક તાપી જિલ્લામાંથી પુસ્તકો ખરીદવા આવેલા હિતેશભાઈને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સ્ટોલમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા પસંદગી મુજબના પુસ્તકો મળી ગયા હતા, જેમાં તેઓને 45 ટકા ડિસ્કાઉન્ટ પણ મળ્યું. હિતેશભાઈએ કહ્યું કે, સુરતના પુસ્તક મેળામાં એક જ સ્થળે મને મારી પરીક્ષા માટે જરૂરી એવું તમામ સાહિત્ય વ્યાજબી ભાવે મળી ગયું છે. પુસ્તકો પર મળતું 45 ટકા જેટલું માતબર ડિસ્કાઉન્ટ અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે, જેનાથી આર્થિક બોજ ઓછો થાય છે અને તૈયારીમાં નવો ઉત્સાહ વધે છે.

યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સ્ટોલનું મેનેજમેન્ટ કરી રહેલા જૈમિની પરમારે કહ્યું કે, પુસ્તક મેળામાં વાંચનસામગ્રીનો ભંડાર છે. અમારી સંસ્થા વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારીમાં ખૂબ ઉપયોગી એવા પુસ્તકોનું પ્રકાશન કરે છે. કરંટ અફેર્સ, તમામ સંવર્ગની મુખ્ય પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી થાય એવા સાહિત્યની યુવા વિદ્યાર્થીઓમાં માંગ રહે છે. જે માટે અહીં ફ્લેટ 45 ટકાથી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande