પોરબંદર કોસ્ટગાર્ડના પ્રધાન એન્જીનિયરે આપઘાત કર્યો.
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર કોસ્ટગાર્ડમાં પ્રધાન સહાયક ઇન્જીનીયર તરીકે ફરજ બજાવતા સુરેશ બાબુ પેડાપલ્લીએ ગઈ કાલે .23 ફેબ્રુઆરીના રોજ તેમના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત
પોરબંદર કોસ્ટગાર્ડના પ્રધાન એન્જીનિયરે આપઘાત કર્યો.


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર કોસ્ટગાર્ડમાં પ્રધાન સહાયક ઇન્જીનીયર તરીકે ફરજ બજાવતા સુરેશ બાબુ પેડાપલ્લીએ ગઈ કાલે .23 ફેબ્રુઆરીના રોજ તેમના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મરણજનાર સુરેશ બાબુ પેડાપલ્લી ઓનલાઇન ગેમીંગમા પૈસા હારી જવાના કારણે તથા તેમના પર પૈસાનું દેવું વધી જતા આર્થીક સંકળામળને કારણે ગઈ કાલે 23 ફેબ્રુઆરીના પોતાના રૂમમાં પંખા સાથે કાપડનો પટો બાંધી પોતાની રીતે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. હાલ કમલાબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande