આવતીકાલે પોરબંદર પી.જી.વી.સી.એલ ની ટીમો વિજકનેક્શન કાપશે.
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર પીજીવીસીએલ દ્વારા આવતી કાલ 25 ફેબ્રુઆરીના રોજ મેગા ડીશ કનેક્શન ડ્રાઈવેનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી અને બિન સરકારી ગ્રાહકો મળી અંદાજે 40 કરોડના બાકી બિલ હોવાથી પીજીવીસીએલની 410 ટિમ મેદાને ઉતરશે અને ધડાધડ
આવતીકાલે પોરબંદર પી.જી.વી.સી.એલ ની ટિમો વિજકનેક્શન કાપશે.


આવતીકાલે પોરબંદર પી.જી.વી.સી.એલ ની ટિમો વિજકનેક્શન કાપશે.


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર પીજીવીસીએલ દ્વારા આવતી કાલ 25 ફેબ્રુઆરીના રોજ મેગા ડીશ કનેક્શન ડ્રાઈવેનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી અને બિન સરકારી ગ્રાહકો મળી અંદાજે 40 કરોડના બાકી બિલ હોવાથી પીજીવીસીએલની 410 ટિમ મેદાને ઉતરશે અને ધડાધડ વીજ કનેક્શન કાપશે જેથી બાકી બીલો ધરાવતા ગ્રાહકોને તાત્કાલિક બીલો ભરવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

પોરબંદર પીજીવીસીએલ દ્વારા આવતી કાલે મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર સી.સી.ડામોરે જણાવ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના રોજ પોરબંદર પીજીવીસીએલની 410 ટિમ વીજ કનેક્શન કાપવા મેદાને ઉતરશે. કારણકે પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ આવતા 4 ડિવિઝનના ગ્રાહકોનું 40 કરોડ જેવું બિલ બાકી છે. ઉપરી કચેરીની સૂચના હેઠળ પોરબંદર પીજીવીસીએલ મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવ યોજશે તે નક્કી છે. ોરબંદર પીજીવીસીએલ હેઠળ આવતા ડિવિઝનમાં 1 હજારથી ઉપરના 17750 ગ્રાહકો છે. જેના બીલો બાકી છે. કચેરી મુજબ જોઈએ તો પોરબંદર શહેર પીજીવીસીએલના 14090 ગ્રાહકોનું 5 કરોડનું બિલ તેમજ પોરબંદર ગ્રામ્ય કચેરીના 16085 ગ્રાહકોનું 5.55 કરોડનું બિલ તેમજ કેશોદ ડિવિઝનના 9770 ગ્રાહકોનું 3.43 કરોડ તેમજ માંગરોળ ડિવિઝનના 17813 ગ્રાહકોનું 6.93 કરોડ મળી 21 કરોડનું ટોટલ સર્કલનું બાકી બિલ છે.

તે સિવાય સરકારી કચેરીના બાકી બિલ જોઈએ તો પોરબંદર શહેર ગ્રામ્ય, માંગરોળ અને કેશોદ ડિવિઝન મળી 19.42 કરોડનું બિલ બાકી છે. એમ કુલ મળી પીજીવીસીએલ હેઠળના 58551 ગ્રાહકોના 40 કરોડ જેવા બીલો બાકી છે. જેથી આવતી કાલે 25 ફેબ્રુઆરીના રોજ વીજ કનેક્શન કાપવાની મેગા ડ્રાઈવ યોજવામાં આવશે જેથી ગ્રાહકોએ તાત્કાલિક બિલ ભરવા પોરબંદર પીજીવીસીએલની અપિલ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande