એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠા અંગે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ
મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.) એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,
એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠા અંગે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ


મહેસાણા, 24 ફેબ્રુઆરી (હિ.સ.)

એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હાજર રહી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એનિમિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે આયર્ન અને પોષક તત્ત્વોથી સમૃદ્ધ આ ખાદ્ય પદાર્થો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના આરોગ્ય માટે તેનો ઉપયોગ લાભદાયી સાબિત થાય છે.ઉપસ્થિત અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં આ બાબત અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ લાભાર્થીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સરકારી યોજનાઓ દ્વારા ફોર્ટિફાઈડ ચોખા અને મીઠાનું વિતરણ અસરકારક રીતે થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.આ તાલીમથી એનિમિયા મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂતી મળશે અને લોકોના આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande