પ્રાકૃતિક કૃષિ: અમદાવાદ જિલ્લો ખીચા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ, મિલેટ્સ પ્રોસેસિંગના જ્ઞાન સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાણકારી મેળવી
- પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા વિદ્યાર્થીઓને મિલેટ્સનું વિશેષ માર્ગદર્શન અમદાવાદ,24 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ખીચા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક ખેતી આધારિત એક વિશેષ શૈક્ષણિક પ્રવાસ યોજવામા
અમદાવાદ જિલ્લો ખીચા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મિલેટ્સ પ્રોસેસિંગના જ્ઞાન સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાણકારી મેળવી


- પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા વિદ્યાર્થીઓને મિલેટ્સનું વિશેષ માર્ગદર્શન

અમદાવાદ,24 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ખીચા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક ખેતી આધારિત એક વિશેષ શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ, અમદાવાદ અને ટાટા મોટર્સના સંયુક્ત સહયોગથી કાર્યરત ‘પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ દ્વારા સ્થાપિત મિલેટ્સ પ્રોસેસિંગ યુનિટની વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નવી

પેઢીને લુપ્ત થતા જઈ રહેલા પૌષ્ટિક તૃણ ધાન્ય અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો હતો.

આ પ્રસંગે પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામ વાઘેલાએ વિદ્યાર્થીઓને મિલેટ્સ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મિલેટ્સ એ પચવામાં અત્યંત હલકા હોય છે અને તે મેદસ્વીતા ઘટાડવા તેમજ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ ઉપરાંત, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપવામાં પણ તે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આ આધુનિક યુગમાં સ્વાસ્થ્ય જાળવવા માટે આહારમાં તૃણ ધાન્યનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.

ખેતીના પાસાઓ પર ભાર મૂકતા કાશીરામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મિલેટ્સ એ ઓછા સમયમાં તૈયાર થતો પાક છે, જે પાણીની ખૂબ જ બચત કરે છે. વરસાદ આધારિત ખેતી માટે આ ઉત્તમ પાક છે, જે માત્ર એક કે બે વરસાદી ઝાપટામાં પણ તૈયાર થઈ શકે છે. આ પાકોમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓની જરૂર પડતી નથી, જેના કારણે ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને જમીન તેમજ પર્યાવરણની શુદ્ધતા જળવાઈ રહે છે. આ પાક વહેલો તૈયાર થતો હોવાથી ખેડૂતો રવી પાકનું વાવેતર પણ સમયસર કરી શકે છે, જે આર્થિક રીતે પણ ફાયદાકારક છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં કાશીરામભાઈએ વિદ્યાર્થીઓને પ્રકૃતિના અદભૂત સર્જન એવી મધમાખીઓ અને તેની ઉપયોગીતા વિશે પણ રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પૂછેલા વિવિધ પ્રશ્નોના તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande