
અમદાવાદ,24 ફેબ્રુઆરી (હિ.સ.) મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા જાણીતા ક્વિઝમાસ્ટર સંજય ચક્રવર્તી દ્રારા સંચાલિત “અમેઝિંગ ક્વિઝ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝ વ્યવસાય અને મેનેજમેન્ટની ગતિશીલ દુનિયા સાથે સંબધિત મેનેજમેન્ટ આઈક્યુને ચકાસવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ કાર્યક્રમે ઈન્ટેલેક્ચ્યુઅલ આદાન-પ્રદાન અને વ્યાવસાયિક નેટવર્કિંગ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહીઓએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ