
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુરના 17 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકોનું સંપૂર્ણ મુખપાઠ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દેશભરના કુલ 15,666 બાળકો સાથે મળીને નોંધાયેલી આ ઐતિહાસિક સિદ્ધિથી સિદ્ધપુરનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે.
મહંત સ્વામી મહારાજ દ્વારા ભારતીય સંસ્કૃતિના પોષણ અને સંવર્ધન માટે રચાયેલ આ પવિત્ર ગ્રંથનો મુખપાઠ ટેકનોલોજીના યુગમાં સંસ્કારનું અનોખું ઉદાહરણ બન્યો છે. મોબાઈલ અને ગેમ્સના આકર્ષણ વચ્ચે બાળકોનો આ પ્રયત્ન પ્રશંસનીય ગણાયો છે.
સમગ્ર દેશના 15,666 બાળકોએ 315 શ્લોકો કંઠસ્થ કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ ગૌરવશાળી પ્રસંગે સિદ્ધપુરના 17 બાળકો સ્ટેજ પર ઉપસ્થિત રહી વિશ્વ રેકોર્ડની શોભામાં વધારો કર્યો હતો.
વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સિદ્ધપુરના બાળકોમાં પટેલ વંદન નરેશભાઈ, પટેલ માહિન સચિનભાઈ, પટેલ જન્મય યોગેશભાઈ, પટેલ નક્ષ ધવલભાઈ, પ્રજાપતિ યુવલ વિજયભાઈ, પટેલ સાર્થ દીપકભાઈ, પટેલ વિયાન ઋષિકેશભાઈ, પટેલ તીર્થક કિરીટભાઈ, પટેલ પાશ્વ પંકજભાઈ, સુથાર મંથન હર્ષદભાઈ, પટેલ નિષ્ઠા નરેશભાઈ, પટેલ યોગી રમેશભાઈ, પટેલ ત્વીશા અંકિતભાઈ, પટેલ કેયા કલ્પેશભાઈ, પટેલ જેનસી ધર્મેન્દ્રભાઈ, પટેલ ઋત્વા કિરણભાઈ અને પટેલ દ્વિતી હાર્દિકભાઈનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ