પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત બરવાળા ગ્રામ્ય મંડળની કાર્યશાળા યોજાઈ
બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બરવાળા ગ્રામ્ય મંડળ દ્વારા બરવાળા ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ પક્ષના કાર્યકરોને સંગઠનાત્મક મજબૂતી, વિ
કાર્યશાળા યોજાય


બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બરવાળા ગ્રામ્ય મંડળ દ્વારા બરવાળા ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ પક્ષના કાર્યકરોને સંગઠનાત્મક મજબૂતી, વિચારધારા અને સેવા કાર્ય અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યશાળામાં બોટાદ જિલ્લા ભાજપમહામંત્રી દીપકભાઈ સાબવા, પૂર્વ મહામંત્રી જામસંગભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમા અને મંત્રી વિજયભાઈ ખાચર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોને પક્ષની વિચારસરણી, સંગઠનના ધ્યેય અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમથી કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આગેવાનોને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં બરવાળા ગ્રામ્ય મંડળ વધુ સક્રિય રીતે સંગઠનના કાર્યોને આગળ વધારશે અને જનસેવામાં વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande