સિદ્ધપુર ખાતે સત ઇસબગુલ ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડ અંતર્ગત શિશુ મંદિર હોલમાં સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર ખાતે સત ઇસબગુલ ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડ અંતર્ગત શિશુ મંદિર હોલમાં સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર અને તેના નિવાર
સિદ્ધપુર ખાતે સત ઇસબગુલ ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડ અંતર્ગત શિશુ મંદિર હોલમાં સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો


પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર ખાતે સત ઇસબગુલ ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડ અંતર્ગત શિશુ મંદિર હોલમાં સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર અને તેના નિવારણ માટે રસીકરણના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડો. મિત્તલ વ્યાસ અને ડો. નિશિત અજાણીએ ઉપસ્થિત રહી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડોક્ટરોએ ગર્ભાશયના મુખનું કેન્સર શું છે, તેના કારણો અને રસીકરણ શા માટે જરૂરી છે તેની વિગતવાર સમજૂતી આપી હતી.

પ્રોજેક્ટ ચેરમેન મોનિકા વધવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનવ સ્કૂલ, શિશુ મંદિર, P.J. ગર્લ્સ હાઇસ્કૂલ અને M.P. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઇનરવ્હીલ ક્લબના સભ્યો અને ફેક્ટરી સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande