કૃષ્ણગઢ ગામે શ્રીમદ્ ભાગવત કથામાં સાંસદ ભરત સુતરિયા એ આપી હાજરી
અમરેલી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : સાંસદ ભરત સુતરિયા એ બુધવારે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે મુંધવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી. આ પવિત્ર પ્રસંગે ગામજનો તથા આસપાસના વિસ્તારોમાંથી
કૃષ્ણગઢ ગામે શ્રીમદ્ ભાગવત કથામાં ભાવભીની હાજરી,


કૃષ્ણગઢ ગામે શ્રીમદ્ ભાગવત કથામાં ભાવભીની હાજરી,


અમરેલી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : સાંસદ ભરત સુતરિયા એ બુધવારે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે મુંધવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી. આ પવિત્ર પ્રસંગે ગામજનો તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મમય વાતાવરણ સર્જાયું હતું. કથાના પવિત્ર શ્રવણથી સૌના મનમાં આધ્યાત્મિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ભાગવત કથાના પાઠ અને સત્સંગ દ્વારા ધર્મ, સંસ્કાર અને સદાચારના મૂલ્યો પર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુંધવા પરિવારના આ ધાર્મિક આયોજનને ગામજનો દ્વારા ખૂબ જ સરાહના મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન અને ધાર્મિક વાણીથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પાવન અવસરે હાજરી આપવાનો સન્માન મળતા આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે પરમાત્મા સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તથા સમાજમાં એકતા, પ્રેમ અને આધ્યાત્મિકતા વધે તેવી હાર્દિક પ્રાર્થના સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande