વડોદરા શહેર-જિલ્લાની અદાલતોમાં 14 માર્ચના રોજ મેગા નેશનલ લોક અદાલત
- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા સમગ્ર જિલ્લામાં જૂના પડતર કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવાની ઝૂંબેશ વડોદરા,25 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લ
વડોદરા શહેર-જિલ્લાની અદાલતોમાં 14 માર્ચના રોજ મેગા નેશનલ લોક અદાલત


- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા સમગ્ર જિલ્લામાં જૂના પડતર કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવાની ઝૂંબેશ

વડોદરા,25 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ વર્ષની પહેલા મેગા નેશનલ લોક અદાલતનું 14 માર્ચને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વડોદરા શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ કલમ 138ના કેસો, ફક્ત નાણાની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઈલેક્ટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છૂટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દિવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમના, વિશિષ્ટ પાલનના દાવા) વગેરે કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.

વધુ સીસીટીવી કંટ્રોલ રૂમ, ટ્રાફિક પોલીસ, વડોદરા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ ઈ-ચલણ આપવામાં આવે છે. આ ઈ-ચલણ ઓનલાઈન અને ઓફલાઈન ખાતે ભરી શકાશે. સદરહુ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-

ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણા માટેની કોઈ કાર્યવાહી થશે નહીં, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.

નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના ફેસલા થશે. તેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓ એ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરાનો તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande