


- આ પાક ઠંડા પ્રદેશોમાં થાય છે ને ઠંડા વાતાવરણના કારણે સારા પાકની ઉપજ થતી હોય છે ત્યારે હવે આ દાંતા તાલુકાના સૂકા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની સફળ ખેતી થવા લાગી છે
અંબાજી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના છોટા બામોદરા ગામે જયંતીભાઈ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે દાંતા તાલુકો મહત્તમ સુકો વિસ્તાર છે પણ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરીના પાક ઉપર ગ્રો કવર લગાવીને ફળની માવજત કરી રહ્યા છે અને અમદાવાદ શહેરમાં ઊંચા ભાવે વહેંચી કમાણી કરી રહ્યા છે આમ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરી સિવાય અન્ય શાકભાજી પણ ની ખેતી કરી ઉપજ મેળવે છે પણ તેની સરખામણી સ્ટ્રોબેરીના ભાવ રૂપિયા 700 જેવા કિલોના ભાવે મળતા હોવાથી સ્ટ્રોબેરી ની સારી માવજત કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે. એટલું જ નહીં છોટા બામોદરાના ખેડૂત જયંતીભાઈ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ બનાવી પ્રાકૃતિક ખેતીવાડી કરી રહ્યા છે. જેને લઇને તેઓને પ્રમાણપત્રો પણ મળેલા છે .
ખેતીવાડી કરતા ખેડૂત પુત્ર નિલેશ બુમબડિયા જણાવી રહ્યા છે કે અમો સ્ટ્રોબેરી ઠંડા વિસ્તારમાં થાય છે પણ અમને સામાજિક સંસ્થા અને સરકારની મદદથી હિમાલયથી 2000 જેટલા રોપા લાવીને સભળ ખેતી કરી છે અને તેના અનુરૂપ વાતાવરણ બનાવી ખેતીને સફળ કરી છે જોકે હાલ તબક્કે આવનારા સમયમાં તેઓ કેસર અને ફળાઉ ખેતી કરી ઘઉં મકાઈના બદલે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. આમ ઠંડા પ્રદેશમાં થતી સ્ટોબેરી તેના લાયક વાતાવરણ આ વિસ્તારમાં ઉભો કરી ખેડૂત સફળ ખેડૂત તરીકેની છાપ ઉપસાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ