વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં પડીકી ખાઇ ગંદકી ફેલાવતા 30 મુસાફરોને 26 હજારનો દંડ
- ધુમ્રપાન તથા તમાકુજન્ય પદાર્થોના સેવન દ્વારા ગંદકી કરનારાઓ સામે એસટી તંત્રની કાર્યવાહી વડોદરા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગ દ્વારા ડેપો તથા બસ સ્ટેશન પર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુ
સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં પડીકી ખાઇ ગંદકી ફેલાવતા 30 મુસાફરોને 26 હજારનો દંડ


- ધુમ્રપાન તથા તમાકુજન્ય પદાર્થોના સેવન દ્વારા ગંદકી કરનારાઓ સામે એસટી તંત્રની કાર્યવાહી

વડોદરા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગ દ્વારા ડેપો તથા બસ સ્ટેશન પર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર ધુમ્રપાન, તમાકુ, ગુટખા તથા પાન મસાલાના સેવનથી થતી ગંદકી રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અંગે મુસાફરો તથા જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તથા નિયમોના પાલન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

1 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી દરમ્યાન વડોદરા વિભાગના વિવિધ ડેપો અને બસ સ્ટેશનો ખાતે ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન તથા તમાકુજન્ય પદાર્થોના સેવન દ્વારા ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી. આ દરમ્યાન કુલ 30 કેસ નોંધવામાં આવ્યા છે તથા આશરે 26 હજાર જેટલી દંડ રકમ વસૂલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગ દ્વારા મુસાફરો અને નાગરિકોને જાહેર સ્થળોએ ધુમ્રપાન, તમાકુ, ગુટખા તથા પાન મસાલાનું સેવન ન કરવા તથા સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande