અમરેલીમાં બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ
અમરેલી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી ખાતે બાલિકા પંચાયતના તાલીમ મોડ્યુલ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ પ્રશિક્ષકોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી તેમજ સમાજ વિકાસમાં તેમની સક્રિય અને અસરક
અમરેલીમાં બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ


અમરેલી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી ખાતે બાલિકા પંચાયતના તાલીમ મોડ્યુલ અંતર્ગત પ્રશિક્ષકો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ પ્રશિક્ષકોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી તેમજ સમાજ વિકાસમાં તેમની સક્રિય અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આઈ.સી.ડી.એસ સ્ટાફ સભ્યો, ફિમેલ હેલ્થ વર્કર્સ અને શિક્ષકઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

તાલીમ દરમિયાન બાલિકા પંચાયતના માળખા, કાર્યપદ્ધતિ અને બાળ અધિકાર સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સમૂહ ચર્ચા, પ્રાયોગિક સત્રો અને વિવિધ રમત-ગમત આધારિત પ્રવૃત્તિઓ દ્વારા ભાગ લેનાર પ્રશિક્ષકોને સક્રિય રીતે સહભાગી બનાવવામાં આવ્યા હતા. તાલીમનો ઉદ્દેશ બાળિકાઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક જાગૃતિ વધારવાનો રહ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે આઈ.ઈ.સી. સામગ્રી તથા સ્ટેશનરી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં યુનિસેફના કેશવભાઈ, એસ.એચ.ઈ.ડબલ્યુ.માંથી જયશ્રીબેન અને માસ્ટર ટ્રેનર ભાવેશભાઈ પરવાડીયા સહિતના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande