
ઈમ્ફાલ, નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ.): મણિપુર પોલીસે, આતંકવાદી સંગઠન કેસીપી ના ઈશારે ખંડણી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ ચાર વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી રહી છે.
મણિપુર પોલીસ મુખ્યાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ,મણિપુરના જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (જેએનઆઈએમએસ) ખાતે કોન્ટ્રાક્ટ સ્ટાફ નર્સો પાસેથી પૈસા પડાવવા અંગે પોરમપટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર ની તપાસ બાદ, મણિપુર પોલીસે શુક્રવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં તેમના ઘરેથી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ખોઈસ્નામ રોજર (29), ખોઈસ્નામ બાયરન (23), સિનમ ઉમાકાંત સિંહ (43) અને આરકે હેરામોટ સિંહ (45) તરીકે થઈ છે. તેમની પાસેથી ₹39 લાખની રોકડ, છ મોબાઈલ ફોન અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા વ્યક્તિઓએ ખુલાસો કર્યો કે, તેઓએ પ્રતિબંધિત સંગઠન કેસીપી (તૈબંગનબા) ના ઈશારે આ ગુનો કર્યો હતો. તેઓએ જેએનઆઈએમએસ ના કોન્ટ્રાક્ટ સ્ટાફ પાસેથી પૈસા પડાવ્યા અને તે ભૂગર્ભ સંગઠનને મોકલ્યા.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ