રાહુલ ગાંધીએ, વડા પ્રધાન મોદીને પત્ર લખીને કાંશીરામને ભારત રત્ન આપવા માંગણી કરી
નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ.): લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, બહુજન સમાજના નેતા કાંશીરામને તેમની જન્મજયંતિ પર મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા સત્તાવાર પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાંશીરામ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ.): લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, બહુજન સમાજના નેતા કાંશીરામને તેમની જન્મજયંતિ પર મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા સત્તાવાર પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાંશીરામે ભારતીય રાજકારણની પ્રકૃતિને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આંદોલનો દ્વારા તેમણે બહુજન અને ગરીબોમાં રાજકીય જાગૃતિ લાવી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાનતા, ગૌરવ અને ભાગીદારીના અધિકારની ખાતરી આપે છે. કાંશીરામે પોતાનું જીવન, સમાજના સૌથી નીચલા સ્તર સુધી પણ આ અધિકારો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત કર્યું હતું. આનાથી ભારતીય લોકશાહીનો પાયો મજબૂત થયો અને રાજકીય વ્યવસ્થા વધુ પ્રતિનિધિત્વપૂર્ણ અને ન્યાયી બની. તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી, દલિત બૌદ્ધિકો, નેતાઓ અને સામાજિક કાર્યકરો કાંશીરામ માટે ભારત રત્નની માંગ કરી રહ્યા છે.

પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાંશીરામે લોકોને યાદ અપાવ્યું હતું કે તેમનો મત, તેમનો અવાજ અને તેમનું પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ છે, અને આ દેશ દરેકનો સમાન છે. તેમના પ્રયાસોને કારણે, જેમણે ક્યારેય જાહેર જીવનમાં પ્રવેશવાનું વિચાર્યું ન હતું, તેમણે ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવાના સાધન તરીકે રાજકારણ અપનાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે કાંશીરામને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવાથી, રાષ્ટ્ર પ્રત્યેના તેમના અપાર યોગદાનને માન્યતા મળશે અને લાખો લોકોની આકાંક્ષાઓનું સન્માન થશે જેઓ તેમને સશક્તિકરણ અને આશાના પ્રતીક તરીકે જુએ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande