મિશન સ્માઈલ” હેઠળ અમરેલી-રાજુલા પોલીસ દ્વારા બાળકોમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃતિ
અમરેલી,17 માર્ચ (હિ.સ.) “MISSION SMILE” અભિયાન અંતર્ગત અમરેલી તાલુકા અને રાજુલા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનાં બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પ
મિશન સ્માઈલ” હેઠળ અમરેલી-રાજુલા પોલીસ દ્વારા બાળકોમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃતિ


અમરેલી,17 માર્ચ (હિ.સ.) “MISSION SMILE” અભિયાન અંતર્ગત અમરેલી તાલુકા અને રાજુલા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનાં બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) અંગે યોગ્ય સમજ આપવાનો હતો.

પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોને સરળ અને સમજાય તેવી ભાષામાં સમજાવવામાં આવ્યું કે કયો સ્પર્શ યોગ્ય છે અને કયો સ્પર્શ ખોટો છે. સાથે જ કોઈ પણ અસુરક્ષિત પરિસ્થિતિમાં શું કરવું, કોને જાણ કરવી અને કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તેની માહિતી પણ આપવામાં આવી હતી.

બાળકોને આત્મવિશ્વાસપૂર્વક “ના” કહેવાની અને પોતાના માતા-પિતા અથવા શિક્ષકો સાથે ખુલ્લેઆમ વાત કરવાની પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બાળમિત્ર વાતાવરણમાં ઉદાહરણો અને પ્રવૃત્તિઓ દ્વારા સમજણ વધારવામાં આવી હતી.

આ અભિયાનથી બાળકોમાં જાગૃતિ વધવા સાથે સુરક્ષા પ્રત્યે સજાગતા પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અમરેલી અને રાજુલા પોલીસ દ્વારા આવા કાર્યક્રમો સતત યોજી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande