મહેસાણા મહાનગરપાલિકાનો “સેવાસેતુ કાર્યક્રમ”– નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ
મહેસાણા,17 માર્ચ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સેવાઓ અને જરૂરી માર્ગદર્શન એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે “સેવાસેતુ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના પ્ર
મહેસાણા મહાનગરપાલિકાનો “સેવાસેતુ કાર્યક્રમ” – નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ


મહેસાણા,17 માર્ચ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સેવાઓ અને જરૂરી માર્ગદર્શન એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે “સેવાસેતુ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના પ્રશ્નો માટે અલગ-અલગ કચેરીઓમાં ભટકવું ન પડે અને તમામ સેવાઓ એક જ સ્થળે મળી રહે તે છે.

આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની વિવિધ જનસમસ્યાઓને સ્થળ પર જ ઝડપી રીતે નિરાકરણ લાવવામાં આવશે. સાથે જ સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી, અરજી પ્રક્રિયા અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેથી કોઈપણ હકદાર વ્યક્તિ લાભથી વંચિત ન રહે.

📅 તારીખ: 18 માર્ચ 2026, બુધવાર

⏰ સમય: સવારે 9:00 કલાકે

📍 સ્થળ: ડૉ. બાબાસાહેબ આંબેડકર, ફાયર સ્ટેશન ધોબીઘાટ પાસે, મહેસાણા

આ કાર્યક્રમ દ્વારા ખાસ કરીને અંત્યોદયના હિતમાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેથી સમાજના છેલ્લે છૂટા પડેલા વ્યક્તિ સુધી પણ સરકારી યોજનાઓનો લાભ પહોંચે. મહેસાણા મહાનગરપાલિકાએ નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપી આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande