
અમરેલી, 17 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે સ્થિત પવિત્ર ધામમાં પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ મેળવવા માટે પૂજ્ય ભક્તિબાપૂ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે દિલીપભાઈ સંઘાણી તથા ગીતા બેન સંઘાણી પણ હાજર રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન ભક્તિબાપૂ અને સંઘાણી પરિવાર દ્વારા મોરારીબાપુના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. તલગાજરડા ધામમાં સદૈવ આધ્યાત્મિકતા અને સંસ્કારનું અનોખું વાતાવરણ જોવા મળે છે, જ્યાં દેશ-વિદેશથી અનેક ભક્તો મોરારીબાપુના દર્શન માટે આવે છે.
આ પ્રસંગે ધાર્મિક ચર્ચાઓ સાથે સમાજમાં સદભાવ, શાંતિ અને સેવા ભાવના વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે મોરારીબાપુના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા મળે છે.
આ મુલાકાતે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે એક સકારાત્મક સંદેશ આપ્યો છે અને ભક્તોમાં પણ ઉત્સાહનું માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai