મહેસાણામાં એલપીજી સંગ્રહ અને કાળાબજારી રોકવા ગેસ એજન્સીઓની જિલ્લા કક્ષાની બેઠક
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આવેલી વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંલગ્ન ગેસ એજન્સીઓની જિલ્લા કક્ષાએ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારની સૂચનાઓને અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં LPG ગેસના બિનજરૂરી સંગ્રહ અને કાળાબજારી અટકાવવા માટ
મહેસાણામાં LPG સંગ્રહ અને કાળાબજારી રોકવા ગેસ એજન્સીઓની જિલ્લા કક્ષાની બેઠક


મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આવેલી વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંલગ્ન ગેસ એજન્સીઓની જિલ્લા કક્ષાએ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારની સૂચનાઓને અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં LPG ગેસના બિનજરૂરી સંગ્રહ અને કાળાબજારી અટકાવવા માટે કડક પગલાં લેવા પર ભાર મુકાયો હતો.

બેઠક દરમિયાન અધિકારીઓએ ગેસ એજન્સીઓને સૂચના આપી કે ગ્રાહકોને નિયમિત અને પારદર્શક રીતે LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. સાથે જ સ્ટોકની યોગ્ય નોંધણી, વિતરણની પારદર્શિતા અને નિયમિત ચકાસણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધિકારીઓએ ચેતવણી આપી કે જો કોઈ એજન્સી બિનજરૂરી સંગ્રહ અથવા કાળાબજારીમાં સંડોવાયેલી જણાશે તો તેના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના હિતને પ્રાથમિકતા આપવી અને પુરવઠો સુનિશ્ચિત કરવો એ મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું પણ જણાવાયું.

આ બેઠકથી જિલ્લામાં LPG વિતરણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande