અમરેલીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમને લઈ આયોજન બેઠક યોજાઈ
અમરેલી,17 માર્ચ (હિ.સ.) અમરેલી ખાતે આગામી તા. ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનારા મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આયોજન બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની
અમરેલીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમને લઈ આયોજન બેઠક યોજાઈ


અમરેલી,17 માર્ચ (હિ.સ.) અમરેલી ખાતે આગામી તા. ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનારા મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આયોજન બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

બેઠક દરમિયાન કાર્યક્રમના સફળ આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખા, વિવિધ જવાબદારીઓનું વહેંચાણ અને આયોજનની તમામ બાબતોને સુચારૂ રીતે અમલમાં મુકવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓને સક્રિય રીતે જોડાવા અને જવાબદારીપૂર્વક કામગીરી નિભાવવાની સૂચના આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે ટીમ વર્ક અને સંકલન પર ભાર મુકાયો હતો. સ્થાનિક સ્તરે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવાની પણ ચર્ચા કરવામાં આવી.

આ આયોજન બેઠકથી કાર્યક્રમને સફળ બનાવવાનો મજબૂત પાયો તૈયાર થયો છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande