સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક, રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા માર્ગદર્શન
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિત માં કલેક્ટર કચેરી ખાતે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક માનનીય રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક, રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા માર્ગદર્શન


મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિત માં કલેક્ટર કચેરી ખાતે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક માનનીય રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી, જેમાં જિલ્લા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મતદાર યાદીઓનું સુધારણ, મતદાન મથકોની વ્યવસ્થા, જરૂરી માનવબળની ઉપલબ્ધતા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ટેક્નોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીએ તમામ અધિકારીઓને સમયસર તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી અને ચૂંટણીને નિષ્પક્ષ તથા શાંતિપૂર્ણ રીતે યોજવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાએ પણ તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મુકાયો હતો.

આ સમીક્ષા બેઠકથી આવનારી ચૂંટણી માટે સજ્જતા વધશે અને સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande