
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા કડી તાલુકાના કુંડાળ પ્રાથમિક શાળા ખાતે “સાયન્સ વિથ ફન” અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો અને અંધશ્રદ્ધાઓથી દૂર રહેવાની પ્રેરણા આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા, જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા. સરળ અને મનોરંજક રીતથી વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને રસ વધ્યો હતો.
સાથે જ અંધશ્રદ્ધા નિવારણ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સામાન્ય જીવનમાં થતા કેટલાક બનાવો પાછળના વૈજ્ઞાનિક કારણો સમજાવી વિદ્યાર્થીઓને તર્કશક્તિનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધ્યો અને તેઓ વધુ જાગૃત બન્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ યોજવા માંગ વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR