અમરેલીમાં આઈએફએફડીસી દ્વારા એફપીઓ માટે બે દિવસીય બિઝનેસ પ્લાનિંગ અને માર્કેટિંગ તાલીમ કાર્યક્રમ
અમરેલી,17 માર્ચ (હિ.સ.) અમરેલી ખાતે IFFDC દ્વારા ભારત સરકારની સેન્ટ્રલ સેક્ટર યોજના હેઠળ ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPO)ના ગઠન અને સંવર્ધન અંતર્ગત બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ FPOના બોર્ડ ઓફ ડાયરેક
અમરેલીમાં IFFDC દ્વારા FPO માટે બે દિવસીય બિઝનેસ પ્લાનિંગ અને માર્કેટિંગ તાલીમ કાર્યક્રમ


અમરેલી,17 માર્ચ (હિ.સ.) અમરેલી ખાતે IFFDC દ્વારા ભારત સરકારની સેન્ટ્રલ સેક્ટર યોજના હેઠળ ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPO)ના ગઠન અને સંવર્ધન અંતર્ગત બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ FPOના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને CEO માટે બિઝનેસ પ્લાનિંગ તથા માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા બજારની માંગ, ઉત્પાદનની યોગ્ય કિંમતો, બ્રાન્ડિંગ, વેલ્યુ એડિશન અને વેચાણની નવી રીતો અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ FPOને સ્વાવલંબી બનાવવા માટે વ્યવસાયિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો ભાર મુકાયો હતો.

આ પ્રસંગે મનીષ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂત સંગઠનોને મજબૂત બનાવવા અને તેમની આવકમાં વધારો કરવા માટે આવા તાલીમ કાર્યક્રમોની મહત્વતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમથી FPOના સંચાલનમાં ગુણવત્તા સુધારાશે અને ખેડૂતોને સીધો બજાર સાથે જોડાવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande