
ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ હેઠળ કનકપુરા યાર્ડમાં યોજાનાર નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોનું સંચાલન તાત્કાલિક અસરથી પ્રભાવિત રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે કનકપુરા યાર્ડમાં રેલ લાઈનો વચ્ચે વધારાના કનેક્શન સ્થાપિત કરવામાં આવશે તેમજ બે લાઈનોને અંદાજે 100 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ કામથી યાર્ડની કામગીરી ક્ષમતા અને ટ્રેનોના અવરજવર માં સરળતા વધશે.
પ્રભાવિત ટ્રેનો નીચે મુજબ છે:
🔹 તારીખ 08 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશનો પર નહીં જાય.
🔹 તારીખ 09 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખેરથલ સ્ટેશનો પર નહીં જાય.
🔹 તારીખ 11 મે 2026 ના રોજ મુઝફ્ફરપુરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે રેવાડી–રિંગસ–ફુલેરા મારફતે ચાલશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર નહીં જાય.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી છે કે, મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેનની તાજી માહિતી ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in, NTES અથવા રેલવે હેલ્પલાઈન નંબર 139 પરથી જરૂર મેળવી લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ