તાલાળા નરસંગ ટેકરી વિસ્તારમાંથી બનાવટી દુધ બનાવવા ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 18 માર્ચ (હિ.સ.) તાલાળા તાલુકાના ગુંદરણ ગામે પ્રેમનગર નેસ ખાતે રહેતા રવિભાઇ કાળાભાઇ કરમટા વાળાના કબ્જા ભોગવટાના વાડામાંથી રેઇડ દરમિયાન ભેળસેળ યુકત બનાવટી (નકલી) દુધનો જથ્થો તથા નકલી દુધ બનાવવાના ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સનો જથ્થો મળી
તાલાળા નરસંગ ટેકરી વિસ્તારમાંથી બનાવટી દુધ બનાવવા ઉપયોગમાં


ગીર સોમનાથ, 18 માર્ચ (હિ.સ.) તાલાળા તાલુકાના ગુંદરણ ગામે પ્રેમનગર નેસ ખાતે રહેતા રવિભાઇ કાળાભાઇ કરમટા વાળાના કબ્જા ભોગવટાના વાડામાંથી રેઇડ દરમિયાન ભેળસેળ યુકત બનાવટી (નકલી) દુધનો જથ્થો તથા નકલી દુધ બનાવવાના ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સનો જથ્થો મળી આવેલ જે નકલી દુધ બનાવવામાં ઉપયોગમા લીધેલ રો-મટીરીયલ્સ બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવા રાજેન્દ્રસિંહ ચુડાસમા , નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા , પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓ તરફથી સૂચના થઇ આવેલ.

ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓએ ખંતપુર્વક તપાસ કરતા નકલી દુધ બનાવવા ઉપયોગમા લેવાતા રો-મટીરીયલ્સનો જથ્થો તાલાળા નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ સંજય કરીયાણા ભંડાર' નામની દુકાનેથી મળી આવેલ હોય જેથી સદરહું દુકાને એસ.ઓ.જી. સ્ટાફ તથા FSO (ફૂડ સેફ્ટી ઓફિસર) ગીર સોમનાથ નાઓને સાથે રાખી રેઇડ કરતા બનાવટી દુધ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સનો જથ્થો મળી આવેલ જે અન્વયે ફુડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી કૃપાબેન શીંગાળા તથા તેની ટીમએ તપાસ કરતા સદર જથ્થો આરોગ્ય માટે હાનીકારક હોવાનું જણાઇ આવતા ફુડ ઇન્સ્પેકરટનાઓ દ્વારા જરૂરી નમુનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દુધ બનાવવા ઉપયોગી રો-મટીરીયલ્સનો જથ્થો જે-તે સ્થિતીમા સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- સ્થળ ઉપરથી મળી આવેલ નકલી દૂધ બનાવવા ઉપયોગી રો-મટીરીયલ્સનો જથ્થો:-

(૧) નકલી દુધ બનાવવા ઉપયોગમાં લેવાતો કોઇ પણ પ્રકારના લેબલ કે માર્કા વગરનો જેમાં કોઇ એક્સ્પાયરી કે મેન્યુફેક્ટચરી ડેટ લખેલ નથી અને નકલી દુધ બનાવવા ઉપયોગમાં લઇ શકાય છે જે શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ-૦૬ જેમાં પ્રત્યેક બાચકામાં ૨૫ કિલોગ્રામ પાવડર ભરેલ હોય જે કુલ ૧૫૦ કિલોગ્રામ કિ.રૂ.૭૮૦૦/- નો મળી આવેલ

(૨) નકલી દુધ બનાવવા ઉપયોગમાં લેવાતો ROQUETTE GLUCIDEX MALTODEXTRIN ના લેબલ વાળા સફેદ પાવડરના બાચકા જેમાં કોઇ એક્સ્પાથરી ડેટ લખેલ નથી જે પ્રત્યેક બાચકામાં ૨૫ કિલોગ્રામ પાવડર ભરેલ હોય જે પ્લાસ્ટીકના બાચકા નંગ-૩૫ જે પાવડર કુલ-૮૭૫ કિલોગ્રામ કિ.રૂ.૪૫,૫૦૦/- નો મળી આવેલ

(3) પામતેલના પુઠાના બોક્ષ જેના ઉપર Kamani N vanaspati વાળા લેબલ જોવામાં આવે છે. તે પ્રત્યેક બોક્ષમા ૨૦ કિલો પામતેલ ભરેલ જે બોક્ષ નંગ-૧૧ કુલ-૨૨૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૩૯,૬૦૦/-નો જથ્થો મળી આવેલ

કુલ કિ.રૂ.૯૨.૯૦૦/-

- સંડોવાયેલ ઇસમ:-

વિજયભાઇ કેશવલાલ ઉનડકટ ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે.તાલાળા નરસંગ ટેકરી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande