
ભાવનગર, 18 માર્ચ (હિ.સ.) : ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળે અને તેઓ આર્થિક રીતે મજબૂત બને તે માટે સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.અલગ અલગ સિઝનમાં અલગ અલગ પાકોનું ઉત્પાદન થાય છે, માર્કેટિંગ યાર્ડ અથવા ખરીદી કેન્દ્રો દ્વારા ખેડૂતો પાસેથી પાકોની ખરીદી કરે છે. અત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ માર્કેટિંગ સિઝન 2026-27 23 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતો આગામી તારીખ 27 માર્ચ સુધી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી કરી શકશે.
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026- 27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો પોષણક્ષમ અને વાજબી ભાવ મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથ ધરવામાં આવનાર છે. આ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નોંધણી સમયમર્યાદામાં વધારો કરી તા. તા.27/03/2026 સુધી નોંધણી ચાલુ રાખવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
તમામ ખેડૂત ને સમયસર નોંધણી કરવા માટે અપીલ કરવામાં આવી છે.ખેડૂત ખાતેદાર પાસેથી જ જથ્થાની ખરીદી બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા કરવામાં આવશે.નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, 7/12 અને 8-અ ના દાખલા, પાક વાવણીની એન્ટ્રી સંબંધિત દસ્તાવેજો (અથવા તલાટીનો સહી-સિક્કાવાળો દાખલો), બેંક ખાતાની વિગત તથા પાસબુક/કેન્સલ ચેકની ની ફરજિયાત જરૂરિયાત રહેશે.ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે નોંધણી કરાવનાર ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ખોટી માહિતી કે દસ્તાવેજો જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજરે જણાવ્યું કે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT